ગીત અહીં જુઓ - ચેલૈયાનું હાલરડું જોને ધ્રુવ ડગે, અને મેરુ ડગે, ડગે અરણવનાંય ઉર, પણ નર-નારી જોને નહીં ડગે, ભલે પશ્ચિમ ઉગે સૂર. મારે હાલરડે પડી હડતાલ કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર.ખમ્મા ખમ્મા તને. મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર.ખમ્મા ખમ્મા તને. પણ અમે જાણ્યું ચેલૈયાને પરણાવશું, ને જાડેરી જોડશું જાન, પણ ઓચિંતાના મરણ આવિયા, એને સરગેથી ઉતર્યા વિમાન. માર નોંધારાનો આધાર કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર.ખમ્મા ખમ્મા તને. પણ બાપનું ઢાંકણ બેટડો, અને નરનું ઢાંકણ નાર, પણ ભગતનું ઢાંકણ ભૂધરો, એ તો ઉતારે ભવ પાર. તારા મે'તાજી જોવે તારી વાટ કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર.ખમ્મા ખમ્મા તને. પણ ઘર નમ્યું તો ભલે નમ્યું, તું કાં નમ્યો ઘરનો મોભ? પણ જેના ઘરમાંથી કંધોતર ઉઠિયા, એને જનમોજનમના સોગ. મારે જનમોજનમના સોગ કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર.ખમ્મા ખમ્મા તને. પણ હાથે પોંચી હેમની, અને ગળે એકાવન હાર, પણ જેને આંગણ નહિં દીકરો, એનાં મંદિરિયા સૂનકાર. તારા નિશાળિયા જુવે તારી વાટ કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર.ખમ્મા ખમ્મા તને. પણ મેલામાં મેલો નુગરો, અને તેથી યે મેલો લોભ, પણ એથી મેલા અમે દંપતિ, ઇ તો મૂવે ય ન પામે મોક્ષ. મારી ચાખડીના ચડનાર કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર.ખમ્મા ખમ્મા Get link Facebook X Pinterest Email Other Apps June 08, 2019 Read more